ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચડી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.
સંવાદી સ્પંદનો ભરી ભીતર સુધી ગયા
પુષ્પો પ્રણયના લઈ અમે ઉંબર સુધી ગયા, સંવાદી સ્પંદનો ભરી ભીતર સુધી ગયા. સમજી ગયા‘તા પ્રશ્ન એ, ને અવગણી રહ્યાં;...