કાચા સૂતરનું નહીં,લાગણીનું બંધન છે,
ભાઈ બહેનના પ્રેમનું,પવિત્ર સ્પંદન છે.
હરપળ ભાઈના સુખની હોય કામના,
બહેન કંઈ પણ માંગે ના – સંતુષ્ટ મન છે.
કંકુ ચોખા લલાટે લગાવીને બાંધે રાખડી ,
રક્ષા બંધન છે,વીરાના આતુર નયન છે.
રેશમના તાંતણામાં હેતનો ભળ્યો છે ભાવ,
ભાઈ બહેનના એ પ્રેમને અભિનંદન છે.
સદૈવ અખંડિત રક્ષાને હેત રહે સદા,
જુગ જુગ જીવે ભાઈ,ઈશ્વરને વંદન છે.
-દિનેશ નાયક “અક્ષર”