કાના બનાવવી તો હતી instaની એક રિલ…
માખણએ ખાય તું ને માટીએ ખાય તું
મોઢું ખોલે તો આખા યુનિવર્સની ફિલ
કાના બનાવવી તો હતી instaની એક રિલ…
તું પૂતનાને મારે ને અકાસુર બકાસુરને હણે
પાછો મામા કંસને પણ તું કરતો કિલ
કાના બનાવવી તો હતી instaની એક રિલ…
ગાયો ચરાવે ને પાછો વાંસળીએ વગાડે
સાંભળીને સચરાચર થઇ જાતુંતું સ્ટીલ
કાના બનાવવી તો હતી instaની એક રિલ…
મામાને મારતો ને ક્યારેક રણ છોડી ભાગતો
તું કરતો તો લોકો સાથે કેવી કેવી ડીલ
કાના બનાવવી તો હતી instaની એક રિલ…
ક્યારેક ચીર ચોરી લેતો ને ક્યારેક પૂરી જતો
તું ક્યાંથી લઇ આવ્યો છે આટલી બધી skill
કાના બનાવવી તો હતી instaની એક રિલ…
ન્યાસ્તિ શસ્ત્ર કહીને તું બન્યો તો પાર્થ સારથી
છતાં ભિષ્મને મારવા કાઢ્યું હતું તે રથનું વિલ
કાના બનાવવી તો હતી instaની એક રિલ…
સુદર્શન ચલાવતો ને ક્યારેક સારથીય બનતો
મહાભારતના મધદરિયે તું કરતો જ્ઞાનને રીવિલ
કાના બનાવવી તો હતી instaની એક રિલ…
પ્રેમે કરે ને પડતા મૂકે, ને યુદ્ધમાં તું કહેતો ગીતા
એક જ અવતારમાં કરવાનું કેટકેટલું થ્રીલ
કાના બનાવવી તો હતી instaની એક રિલ…
જમ્યો તું જેલમાં ને દેહ છોડ્યો જંગલમાં
એકલા ફરવામાં કેટલું કર્યું હશે નહીં ફીલ
કાના બનાવવી તો હતી instaની એક રિલ…
નરસિંહ થયો, વામન થયો ને પાછો રામને શ્યામ થયો
બધા આવતારે તે કરી ભક્તોની યાચના ફુલફિલ
કાના બનાવવી તો હતી instaની એક રિલ…
– રવિ ઈલા ભટ્ટ