કામ કરવા મંડો, વાતો બંધ કરી દો
નકારાત્મકતા સાથે નાતો બંધ કરી દો
સફળતા જ બનાવો એક માત્ર વિકલ્પ
પાછો ફરવાનો સાવ રસ્તો બંધ કરી દો
હોય કેટલાંય ભૂત એવાં જે ન જ માને
વાતો તો ઠીક એને લાતો બંધ કરી દો
જુઓ ને કરો સાકાર અશક્ય સ્વપ્નને
પછેડીમાં પગને સમાતો બંધ કરી દો
વેવલાવેડા મૂકી થાઓ નિભંર ને જડ
દિલ તોડી શકે એ આઘાતો બંધ કરી દો
-મિત્તલ ખેતાણી