હાશ! જમવાનું થઈ ગયું તૈયાર,
લાવ હવે બેસું થોડીક વાર.
થોડો શ્વાસ લઉં,
થોડો થાક ઉતારું.
હવે આ ઉંમરે, નાહીને પણ થાકી જવાય છે,
પણ એ મારા બદલ બીજું કોઈ કરે એમ છે?
જસ્ટ હજી બેઠી છું અને કંઈક કામ યાદ આવ્યું.
ઉભા થતા વિચાર્યું, લાવ પહેલા એ કરી લઉં.
પછી તો બે કલ્લાક સુધી બેસવા જ ન મળ્યું,
એક પછી બીજું કામ આવતું ગયું.
છેવટે જ્યારે સાંજ પડી, તો ચા પીવા બેઠી,
ત્યાં તો સાસુમા બોલ્યા, “એ મારી મીઠી!”
“કેટલા દિવસથી ખમણ નથી બનાવ્યા,
આજે એની સાથે બનાવજે પતરવેલીયા.
બસ બાકી કાય વધું તકલીફ ન લેતી,
ભેગી રાખજે બે-ત્રણ જાતની ચટણી.”
આરામ મારો થઈ ગયો આલા ફુસ
સાસુમાંનો આદેશ-વહુબા, રસોડામાં ઘૂસ
આ જ હોય છે મારા દિવસોની દશા,
કામ ક્યારે ઓછું થાય? વ્યર્થ છે આવી આશા.