કાયદામાં ઘણી છટક બારી હોય છે,
જે તમે ક્યારેય ના વિચારી હોય છે.
મોટો અપરાધ કરીને પણ છૂટી શકો,
પણ એની ફી પડતી, ભારી હોય છે.
નિર્દોષ હોવ એ સાબિત કરવું અઘરું,
પણ દોષીને છટકવાની કારી હોય છે.
કોર્ટે ચડ્યાં તો ચોમેરથી કપાવાનું પાકું,
કાયદાની તલવાર જ દો ધારી હોય છે.
આવું ‘શ્યામ’ હોય છે સઘળે એવું નથી,
ના બધે ન્યાયની દેવી બિચારી હોય છે.
” શ્યામ ગોયાણી “