કાયાને માયાનું વળગણ થઈ ગયું છે,
મિથ્યા જગનું સગપણ થઈ ગયું છે.
લોભ,લાલચને પ્રપંચમાં ગળાડૂબ,
યૌવનનું અકાળે ઘડપણ થઈ ગયું છે.
રામ નામની છે ઔષધિ સાચી પણ,
અજ્ઞાનનું આડું આવરણ થઈ ગયું છે.
જન્મ,મૃત્યુ વ્યાધીની છે અકળ લીલા,
સુખની ભ્રમણાનું તોરણ થઈ ગયું છે.
સંસાર સાગરે છે નાવિકની કસોટી,
ડૂબતી નાવમાં ખોટું ભારણ થઈ ગયું છે.
-દિનેશ નાયક “અક્ષર”