કૃષ્ણે, બહું અટવાઈ ગયો છું
સંસાર કેરી જંજાળ,
ને શબ્દોની માયાજાળ,
સાચું કહું હે! કૃષ્ણે,
બહું અટવાઈ ગયો છું.
રાધાની એ પુકાર,
ને રુક્મિણીનો સાથ,
સાચું કહું હે! કૃષ્ણે,
બહું અટવાઈ ગયો છું.
નયનરમ્ય એ વૃંદાવન,
રક્તરંજિત આ કુરુક્ષેત્ર,
સાચું કહું હે! કૃષ્ણે,
બહું અટવાઈ ગયો છું.
દ્રૌપદીનો ગોવિંદ,
મીરાનો બન્યો ગિરધર,
સાચું કહું હે! કૃષ્ણે,
બહું અટવાઈ ગયો છું.
અર્જુનને માટે મિત્ર,
સુદામા માટે ઈશ્વર,
સાચું કહું હે! કૃષ્ણે,
બહું અટવાઈ ગયો છું.