તમે તમારા અસ્તિત્વથી કદાચ એટલા વાકેફ નહીં હોય, એટલે જણાવી દઉં તમને કે કોણ છો તમે?
કુદરતે મારા જીવનમાં ભરેલી ખામીનો મુકામ છો તમે, એક અંધારી રાતનો ચાંદ છો તમે,
એક મીઠી આથમતી સંધ્યાનો સુરજ છો તમે, એક અતૃપ્ત હૃદય નો સંતોષ છો તમે,
એક ઘૂઘવાતી નદી નું ઊંડાણ છો તમે, એક ખારા દરિયા નો મીઠો કિનારો છો તમે,
એક જંગલ ની નીરવ શાંતિ માં ખળખળ વહેતુ ઝરણું છો તમે,
એક દુનિયા ભુલાવી શકો એવી મુલાકાત છો તમે ,
એક સૂકી ધરતી માટે પાણી નું બુંદ છો તમે,
એક મૌસમ નો વરસાદ વરસી ગયા પછી ની ભીની માટી ની સુગંધ છો તમે,
એક કારણ વિના ની યાદ છો તમે, એક ભરી મહેફિલ ની અધૂરપ છો તમે,
એક લાંબી રાત નું સ્વપ્ન છો તમે, એક કવિ નો વિચાર અને તેના હાથ ની કલમ છો તમે,
એક સુંદર નારી ના શ્રીકૃષ્ણ રૂપી પ્રેમ છો તમે,સોના રૂપા અને મોતી કરતાંયે વધુ મૂલ્યવાન છો તમે,
તમારા થી જ તો છે તમામ ખુશીઓ, અને તમારા થી જ તો સઘળા દુઃખ છે,
કારણ કે, અમારા દિલ ની ધડકન છો તમે,
તમારા થી તો વળી શી નારાજગી?,
અરે!, આ “અંકિતા ”ના હસતા-ખેલતા જીવન જીવવા નું કારણછો તમે…..