સ્વાર્થ વધ્યા ને સંવેદના ખૂટી,કોના વાંકે?
મોહ વધ્યો ને મમતા છૂટી,કોના વાંકે?
સંબંધોની દોર છે તૂટી, કોના વાંકે?
વ્હાલની એ વેલ વછૂટી,કોના વાંકે?
મોટેરાની થઈ મોટપ ટૂંકી,કોના વાંકે?
નાનેરાની નજર ના ઝૂકી,કોના વાંકે?
બાલુડાની બાલપ લુંટી,કોના વાંકે?
ધૈર્ય અને નમ્રતા ખુટી,કોના વાંકે?
દોષ એકમેકના આપ્યા વિણ તપાસો,
મિલ્કત મોંઘી પડતી મૂકી, કોના વાંકે?
બધું મેળવી લેવાની લાય _લાયમા,
ખોઈ ઘણી અમૂલ્ય મૂડી,કોના વાંકે?
નિધી મહેતા
‘ખુશી’