એક નાના બાળક એ ભગવાનને
ક્યાં ક્યાં ન શોધ્યા?
ઉપર શોધ્યા,નીચે શોધ્યા,
જમણી બાજુએ શોધ્યા,ડાબી બાજુ એ શોધ્યા,
ઘર ની બહાર શોધ્યા,ઘર ની અંદર શોધ્યા,
મન્દિરે શોધ્યા,બાગ–બગીચા માં શોધ્યા,
જમીન ઉપર શોધ્યા,છત ઉપર શોધ્યા,
પછી તેની માઁ એ પૂછ્યું શુ શોધે છે તું?
જવાબ આવ્યો,ભગવાનને શોધું છું હું.
માઁ એ કહ્યું,એમને શોધવા ના પડે,
તને જોવા છે એ ક્યાં ક્યાં મળે?
એક માઁ ના હૃદય માં મળે,
એક પિતાની આત્મા માં મળે,
એક બાળક ની મુસ્કાન માં મળે,
જો મન થી જોઈએ તો બધે મળે.
એ તારી અંદર પણ છે,
મારી અંદર પણ છે,
એ તો બધાની અંતરાત્મા માં મળે.
આમ શોધવાથી ના મળે,તે તો બસ મનની આંખો માં મળે