પળમાં માવઠું દુકાળ પળમાં પળમાં મૂશળધાર
Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર
અમે ચાહીએ ક્રિકેટને કરીએ રમનારની પૂજા
ક્રિકેટ fever ચડતો ત્યારે કામ ભૂલીએ દૂજા
અમે લખેલું ભૂલી જાશું શું શું આજે કે’શું
જેમને Superhero કહ્યા’તા એમને ગાળો દેશું
વિવેક ને સંયમનો લેશે ભોગ આજ ઉન્માદ
જેને જે ફાવે તે કહીશું કશું ન રાખશું યાદ
ક્રિકેટ અમારા કોર્સમાં છે અમે MBA છીએ એમાં
શું સાચું શું ખોટું છે, Mને Bધું Aaવડે જેમાં
– તુષાર શુક્લ