ખભે ઘાસનો ભારો છે – બગલમાં કાખધોડી,
એક પગનો ટેકો – રાહ કપાતી થોડી થોડી.
નથી જોવાનું આજુબાજુ નજર નીચે સીધી,
ભલેને પગની ખંડિત થઈ પગની જોડી.
નથી બીજી કોઈ આશા – રાહ ખુદ રાહબર,
હૈયે રાખી છે હામ – નથી કૈ હાલત કફોડી.
જેમ ચલાશે તેમ રસ્તો આગળ ચાલવાનો,
બસ મનમાં મંઝિલ તરફ નજર ખોડી.
બની તોફાની દરિયો હોય ભલે ગાંડોતૂર,
હૈયે હામ હલેસાં રાખી હોકે રાખી છે હોડી.
– દિનેશ નાયક “અક્ષર”