મેં શોધ્યો તને અલગ અલગ ઠેકાણે,
તું મળ્યો મારા ખાલીપણાને સરનામે,
એનું હોવું ના હોવું સમજાયું નથી,
મારું સળગવું રોજ તાપણાં ને નામે,
એક ઘટના હતી,ઘટી ગઈ મુદ્દત પછી,
ફર્યા પછી બેઉ એકલતા ના ધામે,
એક સપનું અધૂરું રહ્યું સવાર થતાં,
રાત રજા લઈ ને ગઈ પોતાના ગામે,
એકલતા, ખાલીપણું, તારા વગર,
શ્વાસ સઘળો તારા હૃદયના રામે,
મેં શોધ્યો તને અલગ અલગ ઠેકાણે,
તું મળ્યો મારા ખાલીપણાને સરનામે,