પરિસ્થિતિનું સમતાથી જ આકલન રાખજો
ખુશી વહેંચજો ને આંસુનું આચમન રાખજો
તમારી મર્યાદા બની જશે ધ્યેયની પણ મર્યાદા
સપનાઓમાં કદી પણ ના સીમાંકન રાખજો
અપજશ વ્હોરી લેજો સામેથી જ માંગી સદા
જશ,હક્ક માટે સાથીઓનું નામાંકન રાખજો
મરી શકવું એ મંઝિલ માટે પર્યાપ્ત નથી જ
સામાં પૂરે જીવવાની વૃત્તિનું સંકલન રાખજો
અખિલ બ્રમ્હાંડનો ધણી પણ બની જાય ઋણી
તુલસી,તાંદુલ ને ભાજીનું જ મૂલ્યાંકન રાખજો
-મિત્તલ ખેતાણી