બંધકોને હવે તો મુક્તિ મળે,
વિહરવાને એક ગગન મળે.
વહેલી સવારે નીકળી જતાં,
હર એકને ગમતું ચમન મળે.
કામ ગરવા થાય આ જગે,
પછી માન ભર્યું નમન મળે.
ભાવના પ્રેમની છવાય અહીં,
હવે ના કોઈપણનું દમન મળે.
સમાધાન ભીતર ભરેલું રહે,
પછી જીવતરે ના તપન મળે.
નિલેશ બગથરિયા “નીલ”