સદાય ગૂંચવતો, મૂંઝવતો, મથવતો ને થકવતો,
એવો આ વિષય…
ન હોય રસનો જરાય ને છતાંય દાખવવો પડે રસ,
એવો આ વિષય…
કરાવી પરીક્ષામાં ઉજાગરા ને ધરાવતો ગુણપત્રકમાં સ્થાન,
એવો આ વિષય…
દુઃખોની બાદબાકી ને ખુશીઓનો ગુણાકાર શીખવે,
એવો આ વિષય…
ઉલઝાવી દાખલામાં સુલઝાવે જીવનનાં કોયડા..
એવો આ વિષય…
જો માણો તોહ ગમ્મત ને ગણો તોહ ગણિત..
એવો આ વિષય…