ગામ છે ગલી છે ઘર છે તે જાણે ખંડેર છે,
ઘણી વેળા મને લાગતું કેમ ત્યાં અંધેર છે.
માણસ માણસથી કેટલો દૂર છે,ક્રૂર છે,
યુદ્ધોની જામગરી ઠરે ના-કેટલું વેર છે ?
હોય છે જેવી દ્રષ્ટિ તેવી જ સૃષ્ટિ દેખાય છે,
આંખો તો સૌને છે પણ જોવા જોવામાં ફેર છે.
દુનિયા આખી શોધી વળ્યા છે-ખુદને, ખુદાને,
ભીતર ના મળે તો આખર ઠેરના ઠેર છે.
બનાવટની દુનિયા કેવી તો ભેળસેળ છે,
ઝેર થઈ ગયું બનાવટી – ક્યાં સાચું ઝેર છે.
-દિનેશ નાયક “અક્ષર”