હરેક ખૂણે વખણાતી ખ્યાતિ ને ખુમારી,
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી..
પાદરે પાદરે પાળીયાઓની શૂરવીરતાની કહાની
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
ખળ ખળ વહેતી માં રેવા પ્યારી,
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
કચ્છના રણમાં ચાંદની વેરાતી,
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
સોળસો કિલોમીટર લાંબી દરિયા કિનારી,
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
વનરાજ ની ગર્જનાથી ગુંજતી ગિરનારી,
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
શામળ ને સ્વર્ગ ભુલાવે એવા કાઠિયાવાડી,
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શિવાની,
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
વસ્યા જ્યાં સંત સાધુ સતી યતિ ને મૂરાલી
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
તરણેતરના મેળાની મોજ નિરાલી,
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
સરદારની પ્રતિમા એક નવી અજાયબી
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
રાસ-ગરબના તાલે ભાન ભૂલાતી,
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
થેપલા, ઠોકળા,ફાફડા ને જલેબી પેટભરીને ખવાતી
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
અતિથિને ઈશ્વરની ઉપમા અપાતી,
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
ગાંધી ને સરદાર જેવા હીરલા દેનારી
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
વળી, જન્મ્યા ટાટા,અદાણી અંબાણી જેવા વેપારી,
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
સુરવિર્તા,સાહસિકતા ને સાદાઈ ગળથૂથી આપતી,
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
પારકા ને પોતાના રંગ મા રંગી દેનારી
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…
કહેતા ગોવરવ ગાથા મૃગી હરખાતી
જોવા લાયક છે ભેરુ, ગુજરાત ભૂમિ અમારી…