એ પક્ષી ઘાયલ જ હતું કે જાણીજોઈને કર્યું હતું,
કે એની પાંખો ને દોરી સાથે કોઈએ બાંધ્યું હતું.
એની આંખો સુરજના પ્રકાશથી બંધ થતી હતી,
જાણે એ આંખોથી સૂરજને પ્રણામ કરતું હોય.
એનું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું,
જાણે એના સ્પંદન કંઈક કહેવા માંગતા હોય.
એની પાંખ ખુલવા ખૂબ તત્પર હતી,
લાગ્યું જાણે એની ઉડાન વર્ષોથી અધૂરી હોય.
એની ડોકની ચારે તરફ ફરીવળી જોવા માટે,
જાણે એ નજરોએ કોઈને ક્યારેય પરખી જ ના હોય.
ઘાયલ માત્ર એ પક્ષી જ હતું કે પછી એને નીરખનાર હું,
જાણે એની મૌન નજરો આ સવાલ પૂછતી હોય.