આપને થોડું જો ખિજાઈ ગ્યા,
આપ જો ને, ફરી રિસાઈ ગ્યા.
વૃક્ષ થોડા ઘણાં કપાઈ ગ્યા,
ને બધા જંગલો વિખાઈ ગ્યા.
એક દિકરી બાપને જીવાડે છે,
મા નું ધાવણ હશે ધરાઈ ગ્યા.
હાં, હશે ત્યાં રૂમાલ ભીનો કે,
આસુંઓ પણ અહીં સુકાઈ ગ્યા.
આંખ સામે નજર મળી એની,
તું રહ્યો ના તું, એ છવાઈ ગ્યા.
સાવ અંધારું આવ્યું દુનિયામાં,
સૂર્ય, ચંદ્ર, દીપક બુઝાઈ ગ્યા.
અક્ષ જેવા હતા રહ્યાં એવા,
ઘાવ એના બધા રૂઝાઈ ગ્યા.