ચંદ્રયાન નામે બન્યુ ચકોર આખું વિશ્વ,
તારી સફળતાનો આજે તહેવાર ઉજવાયો.
લાંબી સફર તે ખેડી ચંદ્રની ધરતી પર પહોંચી,
ઈશરોની સફળતાનો ઇતિહાસ તે લખાયો.
ચંદ્રની ધરતી પર જઈ તિરંગો તે લહેરાવ્યો,
અવિસ્મરણીય ક્ષણોની છબી માં તું સમાયો.
શાબાશી તને આપે અબાલ વૃધ્ધ સહુ કોઈ,
ચાંદલિયા તારા નામે વિશ્વ વિક્રમ નોંધાયો.
ચાંદલિયો, ચાંદામામા, ચંદ્રયાન કહેવાયો,
ભારતની ચંદ્ર ક્રાંતિનો જયઘોષ ગવાયો.
શત-શત કરીએ વંદન વિજ્ઞાનનાં જગતને,
તારા પ્રયાસે દેશ સફળતાનાં શિખરે ચડાયો.
ગીત, ગઝલ,કાવ્યને વાર્તામાં ઘણો લખાયો,
ચંદ્ર્યાન કેરા નામે પ્રસિધ્ધિ તું આજે પામ્યો.
ઉત્સવનો આ દિવસ ઉજવીએ તારા નામે,
ચંદ્રયાનનો વિસામો તારી ધરતીમાં અપાયો.
– ડૉ .ઉષા જાદવ “શ્યામા”