આ જગા થોડી સલામત છે નહિં, ચાલો જઈએ
જાળવે એવી કરામત છે નહિં, ચાલો જઈએ
આખરે ક્યાં ક્યાં સુધી સુખની પળો ગાળ્યા કરું હું
આફતોની એ કયામત છે નહિં, ચાલો જઈએ.
દર્દ તો દીધા કરે કિસ્મત છતાં વેઠાય સઘળું
પણ અહીં ઘાની મરામત છે નહિં, ચાલો જઈએ.
જિંદગીને આપણી જાગીર સમજી બેસતા નૈ.
આપણી એ અમાનત છે નહિં, ચાલો જઈએ.
જિંદગી સાથે ઘણી ફરિયાદ છે મારે હજી પણ
મોતની સાથે અદાવત છે નહિં, ચાલો જઈએ.