ચાલો સૌ ઓક્સિજનનું વાવેતર કરીએ
ચાલો,સૌ ઓક્સિજનનું વાવેતર કરીએ
વૃક્ષો થકી પક્ષીનારાયણનું ફરી ઘર કરીએ
પૃથ્વી બચશે જળ,જંગલ,જમીન રક્ષાથી
જાનવરોનાં અભયદાનથી કલરવ કરીએ
‘પૂંછ’ હશે તો જ રહેશે આ વિશ્વમાં ‘મૂંછ’
સહઅસ્તિત્વનો સિદ્ધાંત સાકાર કરીએ
યોગ,ધ્યાન, આયુર્વેદ આવકારીએ ફરીથી
સનાતન સંસ્કૃતિનું પુન:સ્થાપન કરીએ
આવનારી પેઢીને આપીએ સંસ્કાર વારસો
ગાય,ગંગા,ગીતા,ગાયત્રીથી સભર કરીએ
-મિત્તલ ખેતાણી