થઈ છે કલમ આજે બહુ અધીર એ જ ચિંતા છે.
તારા રૂપ નો હું છું કથીર એ જ ચિંતા છે.
લખવાની છે અધીરાઈ એ જ ચિંતા છે.
ક્યાંક શબ્દો રહી ના જાય અધુરા એ જ ચિંતા છે.
તારા જોબન નું વર્ણન કરતાં અલંકાર,
ઓછા પડે છે એ જ ચિંતા છે
ક્યાંક તારી સુંદરતા આછી ના અંકાય એ જ ચિંતા છે.
મારી સામે જોઈ ને પાપણ તારી ઠળે એ જ ચિંતા છે.
તું કમલ પંખડી કોમળતા ની હીર કાદવ ,
માં ખીલે એ જ ચિંતા છે.
તારા ચારિત્ર પર નથી કોઈ દાગ પણ.
કાદવ નો કેમ થાય છે સ્પર્શ એ જ ચિંતા છે.
તું છે સીતા જેવી હઠીલ રૂપ જોગણી,
ઓળગાંઇ ના જાય કોઈ લકીર એ જ ચિંતા છે.
તું છે કામણગારી એક હુર તારા નુર,
ની કિંમત ના અંકાય જાય એ જ ચિંતા છે.
થઈ છે કલમ આજે બહુ અધીર એ જ ચિંતા છે.
તારા રૂપ નો હું છું કથીર એ જ ચિંતા છે.