…………. છેલ્લાં પ્રણામ ………. (‘ ગીતાંજલિ’ ૧)
ઓ પ્રભુ ! તમને વંદન સાથે પ્રાર્થનાં કરું છું કે મારાં એકજ
પ્રણામ સાથે,મારી બધી ઈન્દ્રિયોને તમારાં ચરણોમાં વિરમી જવા દ્યો અને વિશ્વને તમારાં ચરણોનો સ્પર્શ થવા દ્યો.
…… જુલાઇ માસનાં વાદળો વરસ્યાં વિના પાણીના ભારથી આકાશ નીચે લટકી રહ્યાં છે. પ્રભુ! એવી રીતે અહંકારના ભારથી ભટકતાં મારાં મનને, તમારાં મહેલનાં દરવાજે પહોંચીને
એકજ પ્રણામથી તમને
મળવાનો આનંદ માણવા દો.
……હે પ્રભુ ! મારાં બધાં ગીતોને એક સાથે ગૂંથી એમના અર્થોને
એક સુત્ર માં બાંધીને મૌનનાં પ્રવાહમાં વહેતાં વહેતાં તમને વંદન કરતાં રહે એમ ગીતોને તમારાં મૌનનાં દરિયામાં એકજ નમસ્કારથી તરતાં રહેવા દો.
…. સારસ પક્ષીઓ,બહુ સમયથી એમનાં માળાથી વિખુટા પડેલા છે. એમનાં પર્વતીય માળા તરફ જવા ક્યાંય વિરામ કર્યા વિના અવિરત રાત દિવસ,અફાટ સાગર ઉપર ઉડતાં રહે છે. એવી રીતે મારું જીવન મુસાફરી દરમ્યાન અનેક વાર રોકાઈને, સુખ દુઃખ, માન અપમાન,સત્ય અસત્યના વસ્ત્રો પહેરીને યુગોથી
સંસાર સાગરના ઊછળતાં મોજાઓ ઉપર ઉછળતું રહે છે .કિનારા ઉપર દોડતું રહે છે.
આશા નિરાશાની ઝોળીમાં વેદનાનો પથ્થર મૂકી, ખભા ઉપર લટકાવી ભટકતું રહે છે. ઓ મારાં પ્રભુ! મારી પ્રાર્થનાનો સ્વીકાર કરી
મારાં આત્માને , એકજ
નમસ્કારથી એનાં સાશ્વત મુકામે પહોંચવાની શક્તિ આપજો.
‘Gitanjali’
In one salutation to thee, my god, let me all my senses spread out and touch this world at thy feet.
….. Like a rain clouds of July hung low with its burden of unshed showers let all my mind bend down at thy door in one salutation to thee.
….Let all my songs gather together their diverse strains into a single current and flow to a sea of silance in one salutation to thee.
……. Like a flock of homesick cranes flying night and day back to their mountain nests let all my life take its voyage to its eternal home in one salutation to thee.
~ Rabindranath Tagore
Gujarati Translation by – Sri Vinod Vyas ( Ghazab )
Transliterator – Sri Rajnikant Raval