જતું કરનારનું ક્યારેય કશું ના જતું હોય છે
હા એ હા કરનારનાં ભાગ્યમાં મતું હોય છે
રમી શકનારનાં જ ભાગ્યમાં પતું હોય છે
વાત નથી રહેતી સાગરપેટાંનાં પેટમાં પણ
ખાનગી રાખવાનું હોય જે તે છતું હોય છે
છેતરે છે જે તે જ છેતરાતો હોય છે અંતિમે
જતું કરનારનું ક્યારેય કશું ના જતું હોય છે
લક્ષ્મી નહીં મહાલક્ષ્મીની જ કરજો યાચના
પ્રભુ જ્યાં હોય ત્યાં જ હંમેશા વતું હોય છે
થાય છે તે જ હંમેશા જે ઈચ્છા હોય ઈશની
કાળા માથાનું ધાર્યું ક્યાં કદી થતું હોય છે
-મિત્તલ ખેતાણી