જો અમારી સાથમાં બેસી જશો,
એક સારા ગ્રંથને વાંચી જશો.
જંગ,નિંદા ,વેર દઇ ચાલ્યા ગયા,
દેશના સાહેબ, શું આપી જશો?
ખૂબ સંભાળીને નીકળો રોડ પર,
ફેસબુકની આંખમાં આવી જશો.
ચાંદ દેખાડો હથેળી પર અહિં,
દોસ્ત,ભોળા ગામમાં ફાવી જશો.
હાથમાં મે હાથ તો આપી દીધો,
જોઈએ કે આપ ક્યાં ખેંચી જશો.
પ્રેમ, નફરત, દોસ્તી કે દુશ્મની,
“વૉટ”ના ખેતરમાં શું વાવી જશો?