જીતેલી બાજી એમ કઈ હાર્યો નથી,
વખત ખરાબ છે હું કઈ થાક્યો નથી.
એકવાર આપ ફાવી ગયાને એટલે,
આ દુશ્મન હજી કોઈથી મર્યો નથી.
હો આપ મનના થોડા ઉમદા હઠીલા,
નેહનો સંગાથ અમેય છોડ્યો નથી.
રહ્યા છો આપ નિરાશાનું પરિણામ,
અમો વગર કારણ કઈ લડ્યા નથી.
ન્યાય-અન્યાયા તો સિક્કાની બાજુ,
તમે રમો પાક્કું અમે કઈ હાર્યો નથી.
© મયુર રાઠોડ ‘દુશ્મન’