જીવનની સાંજ પડી ને વિચાર આવ્યો…
જીવનની સાંજ પડી ને વિચાર આવ્યો…
ક્યાં વહી ગયા બધા મારા દિવસો?
આમતો દસકા ના દસકા જીવી ગયો…
અને આમ પલક ઝપકતા સૂરજ આથમી ગયો.
આજે જયારે જોઉં છું પાછળ ફરીને,
સાક્ષી પુરાવું છું ઘણા તડકાં છાયાને.
ખૂબ હસ્યાં, ખૂબ રડ્યાં,
છેવટે બધા દિવસો ચાલ્યાં ગયાં.
કેટલા નિર્ણય સારા લીધા,
ને કેટલાય એ ખોટા પડ્યાં.
હવે કઈ ન બદલી શકાય એમ છે,
શું હવે એ રસ્તે પાછું જવાય એમ છે?
જીવનની સાંજ પડી ને વિચાર આવ્યો….
ઝોલી પસારતો તારી શરણમાં ફરી હું આવ્યો.
શું તું મને એક બીજો મોકો આપીશ?
શું તું મારા પર આટલી દયા કરીશ?
મને ખબર છે કે એ શક્ય નથી,
કેટલી સાચી છે પુનઃ જન્મની નીતિ?
બાકી નું જીવન સારું જીવી લઈએ,
જાગ્યા ત્યારથી સવાર માનીએ.
શમીમ મર્ચન્ટ