સાનમાં તમે તો કહ્યું પણ સમજાય છે ક્યાં ?
બંધ હોઠોનું કારણ પછી જીરવાય છે ક્યાં ?
વિયોગ છે વસમો અને મુશ્કેલ છે સહેવો,
નીંદમાં આવે સ્વપ્ન તેને દૂર કરાય છે ક્યાં ?
પ્રબળ અગ્નિ પળ પળ પ્રાણમાં ધધકતો,
જલતી વેદીમાં પ્રેમનું પુષ્પ હોમાય છે ક્યાં ?
ભાર હૈયામાં સહેવો આસન તો નથી રહ્યો,
નયન તો નીતરતાં રહ્યાં કહેવાય છે ક્યાં ?
બુદ્ધિની કઠોરતા હોય હળવી પણ થાય,
આ તો લાગણીનો છે અતિરેક જીવાય છે ક્યાં ?
-દિનેશ નાયક “અક્ષર”