ઝેર ઘૂંટાય છે આજકાલ હવામાં
શ્વાસ રુંધાય છે આજકાલ હવામાં
પીડાતી કુદરત કરે સદા પોકાર
પ્રાણ રિબાય છે આજકાલ હવામાં
નીકળી રહ્યું નિકંદન વૃક્ષોનું તેથી
વખ ધોળાય છે આજકાલ હવામાં
હે માનવી ! ચેતી જા તું આ સમય છે
મોત મંડરાય છે આજકાલ હવામાં
છોડમાં રણછોડ છે ચાલો વૃક્ષો વાવીએ
સૃષ્ટી રિબાય છે આજકાલ હવામાં
-દિનેશ નાયક “અક્ષર”