ટેન્શન , ટેન્શન, ટેન્શન છોડી દ્યો આ બધું ટેન્શન,
ખાઓ પીઓ જલસા કરો ,મોજ થી ઉડાઓ પેન્શન.
હુકુમ ચાલે છે , ત્યાં સુધી કરીલ્યો હકુમત,ભાઈ !
પછી, બૈરા છોકરાઓ પણ નહિ માને, કોઈ સજેશન !
ગુસ્સે થવાની ,ગુસ્સો કરવાની ઉમર તો ગઈ હવે !!
કોઈ સોરી કહે , તો પણ, શાંતિથી કહેજો નો મેન્શન.
હાથ માં છે વહેવાર ત્યાં સુધી રાખો બધુય હસ્તગત ,
પછી પાણી માટેય પૂછવું પડશે, એવી થશે પોજીશન.
શરતોમાં જીત્યો છું ને શરતોમાં ઘણું હાર્યો છું !!
હવે કહો જિંદગી ને , ડોન્ટ એપ્લાય, એની કંડીશન.
ગુમાવ્યું એનો ગમ ના કરો ,મળ્યું છે એમાં મોજ કરો ,
કેમ કે ,ક્યારે હાર્ટ બેસી જશે,વિધાઉટ એની ઇન્ફોર્મેશન !
ક્યારેક પાપ કર્યા હોય તો એનું કરી લેજો પ્રાયશ્ચિત !!
ઈશ્વર ગુન્હા માફ કરી દેશે ,વિધાઉટ એની ઓબ્જેકશન.
દોડ ધામ ચિંતા ઉતાવળ , મેલો અભરાઈ એ આ ભૂતાવળ
બીપી ,સુગર ને કહો રુક જા ઓ,આગળ નથી કોઈ પરમીશન !
મ્રત્યુ આવે તો મરવાનું મજાથી , ડરવાનું નહિ ખુદાની સજાથી,
અને હસ્તે મોઢે હાલતા થવાનું ,આપ્યા વગર કોઈ ઓપ્શન.
વિનોદ સોલંકી ” મિત્ર”