ભીનો ભીનો આ આંખોનો ખૂણો છે,
મારા કંઠે આજ અકળ ડૂમો છે.
મૌસમ પણ ભીંજવે જ્યારે યાદો,
હૈયાનો ધબકારો કૂણો છે.
દર્દ અકળ છે,ક્યાં હું કારણ શોધું ?
આંસુનો પણ તાગ હવે જૂનો છે.
ચોપાસ સન્નાટો છે તેને સમજો,
દિલમાં ગમ ડૂમો ભીનો ભીનો છે.
ઘૂંટી ઘૂંટી ભીંજાવી જાય દરદ,
ડૂમો તો આંસુનો તરજુમો છે.
-દિનેશ નાયક “અક્ષર”