તરસ ટકોટક લાગી રે, મનવા !
તરસ ટકોટક લાગી
ભીતરની સૂતી નાગણીઓ
સળવળ સળવળ થાતી …. રે, મનવા !
આગ ઊઠી અંદરથી એવી
રોમ રોમ ગયું દાઝી
પડ ગયે ફીકે રંગ સમય કે
સબકુછ દીખતા ખાકી ……રે, મનવા !
ધરમ કરમનો મહેલ ચણ્યો જે
પડતો કડડભૂસ ભાંગી
ભટકું દર દર સૂની સૂની
એવી છાઈ ઉદાસી ……રે, મનવા !
જૂઠી કાયા, જૂઠી માયા જૂઠા હૈ જગ સારા ભેદભરમ કી જૂઠી જાલી
તડ તડ તડ તડ તૂટી …..રે, મનવા !
પિયુ પિયુ બોલે પ્રાણ બપૈયો
ચાતક ઝંખે જલધારા
અંદર – બાહિર ઢૂંઢે ઉસકો
ઢૂંઢે સરજનહારા ……રે , મનવા
સંવાદી સ્પંદનો ભરી ભીતર સુધી ગયા
પુષ્પો પ્રણયના લઈ અમે ઉંબર સુધી ગયા, સંવાદી સ્પંદનો ભરી ભીતર સુધી ગયા. સમજી ગયા‘તા પ્રશ્ન એ, ને અવગણી રહ્યાં;...