સુદામા સમો વ્યવહાર કેમ?
કૃષ્ણને મળવામાં પહેરેદાર કેમ?
મારે ક્યાં વેચવી છે દોસ્તી,
તાંદુલની સામે આ ઉપહાર કેમ?
છે સૂર્ય જેવો સૂર્ય સામે,
તો ય હ્રીદયે આ અંધકાર કેમ?
મિત્રો તો છટક્યા ગ્રહણે તરત જ,
દુશ્મનની ડેલીએ રૂડો આવકાર કેમ?
દિલ પણ તોડશે ને રમશે લટકાંમાં,
જોડનારનાં હાથમાં આ ઓજાર કેમ?
એ ચૂમી લાગે છે અશ્રુ સાથે,
કબરે કૂંપણનો આ અણસાર કેમ?
-મિત્તલ ખેતાણી