તારા પ્રેમની હિફાજત હું એમ કરું છું.
કોઈ સામે જુએ તો નજર નીચી કરું છું.
હસીને પ્રત્યુતર આપવો એ આદત રહી,
હા, હવે બે હરફથી વાત પૂરી કરું છું.
સાવ સૂકી વ્યવહારિકતા મને નાં પાલવે,
ભીની સુગંધે જુગલબંધી રોજ કરું છું.
રોજ આવીને અથડાય તારા નામે શબ્દો,
એને પક્તિમાં ગોઠવીને તુકબંધી કરું છું.
રદિફ, કાફિયા ગોઠવાઈ જાય કહ્યા વગર,
દરેક મક્તા સાથે એવી વફાદારી કરું છું.
અવનવા શબ્દોમાં સ્નેહ જડીને ‘શ્યામા’,
તારા નામે એક ગઝલ હું રોજ લખું છું.
~ડૉ. ઉષા જાદવ – “શ્યામા”