ક્યાંકથી ઉડીને નીકળ્યો છે તું પણ,
આજ સુધી મને મળ્યો નથી તું..
કોઈ આકાશમાં તારા હોવાનો આસાર જ આપી દે,
તો ક્યારેક હવાને સથવારે લાગણીઓ મોકલ.
દરિયાની સાથે હું ખૂબ પ્રેમ છે મારો,
ક્યારેક મોજાની સાથે થોડી મસ્તી મોકલ.
તારી શોધમાં વિહવળ થઇ છે આ આંખો,
ક્યારેક તો તારી એક હસતી ઝલક મોકલ.