મધુરું તારું સ્મિત મને,
ઘાયલ કરી જાય છે…..
કાલીઘેલી તારી વાતોમાં,
સમય નીકળી જાય છે…..
યાદો તારી વાગોળતા,
દિવસથી રાત પડી જાય છે……
સપનાઓ પણ મારા
તારી હયાતી આપી જાય છે……
ઝંખના તને જોવાની,
રોજે -રોજ વધતી જાય છે
ચાહું તને ભુલવા છતાં,
તું વધુ યાદ રહી જાય છે…..
મનમોહક તારી અદાઓ,
દીવાની બનાવી જાય છે….
દીવાનગી તારા માટેની,
હદથી વટતી જાય છે….
દિલ મારું છે પણ,
ધબકારા તારા નામના થતાં જાય છે……
બસ હવે તું અને તું જ
મારા દિલમાં વસતો જાય છે……