આ શેનો તે ડર વળી? તારા અંદર હજુ દેખાય છે,
દોકયું મારી જોતો, અંદર કંઈ નકામું રંધાય છે?
શોધવી આ જાતને એમ સહેલી કયાં રહી છે હવે,
છતાં તપાસ કરીજો, અંદર કયાંય એ ગંધાય છે?
આપજે શબ્દો બીજાને, જેવા તું પોતે સહી શકે,
એકાદવાર તૂટ્યા પછી,તું જ કે એ ફરી સંધાય છે?
ભાગ દોડની જિંદગીમાં બધુ હાથમાંથી જાય છે,
રાખવું થુ સાચવીને જેને, શું એજ હવે સંતાય છે ?
ડૂબતી એ નાવમા ડુબી રહ્યો છે હવે એ વિશ્વાસ,
લાખ પ્રયત્નો છતાં, તું જ કે એ કાણું બુરાય છે?