શું શા પૈસા ચાર,
તોય તું એ બોલ વારંવાર…!
મા એ ગાયા હાલરડા જેમાં,
દાદી એ કીધી વારતા જેમાં,
સિંચ્યા જેણે સંસ્કાર,
તું એ બોલ વારંવાર…!
પહેલો શબ્દ જે મુખેથી નીકળ્યો,
પડતા આખડતા ઉંકાર નીકળ્યો,
જે ભાષામાં પ્રગટ્યું વ્હાલ,
તું એ બોલ વારંવાર…!
જે ભાષાએ આવ્યા સ્વપના,
જે ભાષામાં પ્રેમના ઝરણા,
જે ભાષામાં ફૂટે અશ્રુ ધાર,
તું એ બોલ વારંવાર…!
જો જે આ સરવાણી સુકાય ના,
આ ધરા મા વિહોણી થાય ના,
છે ભાષામાં મા નો અણસાર,
તું એ બોલ વારંવાર…!