મજા જેને શોધે તેને જ જગમાં મજા મળે છે
ત્યાગીને ત્યાં જ પરમેશ્વરની ધજા મળે છે
એ તો ઝૂંટવી લ્યે છે કાળજાનો કટકો જમાનો
બાકી બાપનાં ઘરેથી દિકરીને ક્યાં રજા મળે છે
યુગોથી ચાલતો આવ્યો છે ને ચાલશે શિરસ્તો
અલગ હોવાની જ અલગને સજા મળે છે
પડ્યાં હોય તેને જ પાટું મારનારાં હોય છે સેંકડો
હાથ ઝાલીને ઊભાં કરે એવાં ક્યાં ઝાઝાં મળે છે
શોધે છે હિમાલય સૌ ચારિત્ર્યનો કળિયુગમાં પણ
જોવાં માથું ઉંચુ કરવું પડે એવી ક્યાં છજા મળે છે
-મિત્તલ ખેતાણી