થોડું ખરાબ ને થોડું નાઇસ થવું પડે છે
ક્યાંક મૂર્ખ તો ક્યાંક વાઇસ થવું પડે છે
જીવન જીવવાં જીવનમાં જીવે તો સદાય
થોડું થોડું કોમ્પરોમાઈઝ કરવું પડે છે
હકીકત જ્યારે બની જાય છે જીવલેણ
સપનાએ જ સપનાની લાશ થવું પડે છે
જેણે જ આપી હોય સુગંધ જીવનની
એ સ્વજન સિધાવ્યે વાસ થવું પડે છે
નિમિત્ત માંગતું તું દુર્યોધન,કૌરવોનો નાશ
માટે પાંડવોને ઘૃતક્રીડા તાસ બનવું પડે છે
-મિત્તલ ખેતાણી