દહેશત રહે છે આજે પણ,
જ્યારે લાડલી બહાર જાય છે.
વહેશત જોઈને બહારની,
એની આંખો ડઘાઈ જાય છે.
દહેશત રહે છે આજે પણ,
જ્યારે લાડલી એકલી ઘરે છે.
વહેશત જોઈ કહેવાતા અંકલોની,
એ પુરુષ જોઈ બી જાય છે.
દહેશત રહે છે આજે પણ,
જ્યારે લાડલી બહાર ભણે છે.
વહેશતથી ભરેલી દુનિયામાં
એ ડરથી ભરાઈ જાય છે.
દહેશત રહે છે આજે પણ,
જ્યારે લાડલી સંબંધે જોડાય છે.
વહેશતના સોદાગરો થકી
હવસનો ભોગ બની જાય છે.
દહેશત રહે છે આજે પણ,
જ્યારે લાડલી નોકરીએ જાય છે.
વહેશત ભરી બળાત્કારી નજરો
તેને અંદર સુધી વીંધી જાય છે.
દહેશત રહે છે આજે પણ,
જ્યારે લાડલીના લગ્ન થાય છે.
વહેશત ત્યાં ના રહેતી હોય,
એ વિચાર ઊંઘ ચોરી જાય છે.
દહેશત રહે છે આજે પણ,
જ્યારે લાડલી પચાસની થાય છે.
વહેશત સંતાનોમાં ઉતરી હોય,
તો એ જીવતે જીવ મરી જાય છે.
પ્રીત લીલા ડાબર “Vibrant writer”