તારા રસ્તા પરથી નીકળવાના પસ્તાવા કોઈને થયા છે,
નજરો પર નજરના સરનામા મળ્યા છે.
શામિલ છે તારી અદાઓથી સર્વ સ્થાને,
એટલે જ ના થવાના કારનામા થયાં છે.
રોકાઈ જવાની જીદ પકડી છે આ હૈયાએ,
એમાં મારી ધડકનના ગોટાળા થયાં છે.
તું નિર્દોષ બનવાના હવે નાટક ના કરીશ,
તારા દાવમાં જ મારા ફસાવાના દાવા થયાં છે.