દોડવાનું થોભવાનું ચાલું છે,
ને ગગનને આંબવાનું ચાલું છે,
ના કદી શમણાં પૂરા પણ થાય છે,
ને છતાંયે ઊંઘવાનું ચાલું છે,
આપ્યું છે સઘળું ઈશ્વરે તોયે છતાં,
હાથ જોડી માંગવાનું ચાલું છે,
છે ખબર કે કૃપા નહીં વરસે કદી,
એમનું પણ ગાજવાનુ ચાલું છે,
છે ખબર એ ના કદર કરશે કદી,
તોય દિલને સોપવાનું ચાલું છે,
હિંમતસિંહ ઝાલા