દોસ્ત તું સાથે છે તો કોઈપણ દોરા ઉકેલી લઈશ,
ખાલી ક્યારેક મસ્તી કરવા આવતો રહેજે.
દોસ્ત તું સાથે છે તો ખોટા ચહેરા ઓળખી જઈશ,
ખાલી મારું સાચાપણું પ્રત્યક્ષ કરતો રહેજે.
દોસ્ત તું સાથે છે તો મન મારું હું સાચવી લઈશ,
ખાલી મને મન ઠાલવવા સામે ઊભો રહેજે.
દોસ્ત તું સાથે છે તો મંઝિલ સુધી પહોંચી જઈશ,
ખાલી સફરને અફલાતૂન બનાવવા આવતો રહેજે.