ના હોય ભલે ને એ ભણેલો બાપડો,
તોયે સીમમાં એકલો સૂતો ભાયડો.
ના હોય ભલે ને એ કોઈ જગન્નાથ,
તોયે જઠરાગ્નિ સંતોષે જગતનો તાત.
ના હોય ભલે ને એ અનોખો કલાકાર,
તોયે પોષણના પિરામિડનો આધાર.
ના હોય ભલે ને એ સૈનિક સરહદનો,
તોયે મોલ કાજે ઝઝુમતો હદ વગરનો.
ના હોય ભલે ને એ કદી વખણાતો,
તોયે નિશદિન ધરતીપુત્ર કહેવાતો !!!