ધીંગામસ્તી ચાલુ ફરી થાશે હવે,
જબ્બરજસ્તી ચાલુ ફરી થાશે હવે,
બે વર્ષથી બેઠા હતા બાળક ઘરે,
સ્કૂલે વસ્તી ચાલુ ફરી થાશે હવે,
મેદાનમાં રમતો રમીને મોજથી
આંખો હસ્તી ચાલુ ફરી થાશે હવે,
જામી હશે ઉડશે ય ધૂળ પુસ્તકની,
પાછી કુસ્તી ચાલુ ફરી થાશે હવે,
દિલમાં હતા ન્હોતા ભુલાયા જે કદી,
એ દોસ્તી ચાલુ ફરી થાશે હવે,
હિંમતસિંહ ઝાલા