નડતી નથી બાધાઓ હજી
રાખી છે હૈયે માની છબી.
નથી એ પણ વ્હાલ અકબંધ છે
શ્રધ્ધા આ મનમાં છે હજીયે ટકી.
નીકળું માની છબીને રોજે નમી
રહી નથી પછી કોઇ વાતે કમી.
સુખ અને સમૃદ્ધિની છોળો ઉડે
ઘર પર છે મીઠી નજર માની રમી.
ને એના આશિષ અને સંસ્કારો થકી
આ જીંદગી”નીલ”ની જો કેવી! સજી.
રચના: નિલેશ બગથરિયા
“નીલ”